દ્વારકાધીશ મંદિરમાં ત્રણ આંતકવાદી ઘુસ્યા : એક ઠાર : બેને જીવતા દબોચી લેવાયા
દ્વારકા જગત હર હંમેશ રેડ એલર્ટ પર રહ્યુ છે. મંદિર અને મંદિર બહાર વિશાળ સંખ્યામાં સુરક્ષા એજન્સીના જવાનો કાર્યરત તૈનાત રહે છે. ત્રણ જેટલા આંતકવાદીઓ જગતમંદિરમાં પ્રવેશી યાત્રાળુઓ ને બંદી બનાવવાનું ષડયંત્ર સુરક્ષા એજન્સીઓને માલુમ થતા, સુરક્ષા એજન્સીઓ એ કવાયત હાથ ધરી હતી. એક સફળ ઓપરેશન હાથ ધરાયુ હતું અને તેમના માંથી એક આંતકવાદીને ઠાર કરી તથા બેને જીવતા દબોચી લીધા હતા. પરંતુ સમગ્ર ધટના મોક ડ્રીલ હોવાનુ જાણવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગમે ત્યારે આંતકી હુમલો થાય અથવા આવી પરિસ્થિતિ નિર્માણ પામે તો કેવી રીતે કામગીરી કરવી તે માટે આ મોકડ્રીલનું જીલ્લા પોલીસ સુરક્ષા એજન્સી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકા માં જગત મંદિર માં આજે આંતકીઓ ઘુશી ગયા હોવાની મોકડીલ યોજાઈ હતી. જેમાં ત્રણ માથી એક ઠાર અને બે આંતકી ને જીવતા પકડાયા નાં દ્રશ્યો એ ભારે ઉત્સુક્તા પેદા કરી હતી.
જગત મંદિર દ્વારકા નાં પ્રાંગણ માં બારેક વાગ્યા દરમ્યાન આંતકીઓ ઘુસી ગયા ની આફવા ઓ વચ્ચે દ્વારકા પોલિસ દ્વારા મોક ડીલ યોજાઈ હતી. જેમાં ભારે રોમાંચક દ્ર્શ્યો ભજવતા દ્વારકા પોલિશ મરીન કમાન્ડો, એસોજી, એલસીબી સહિત નો કાફલો દોડ ધામ કરી અંતે મંદિર બંધ થયા બાદ મંદિર અંદર થી બે આંતકી ને જીવતા પકડી દોરડાઓ થી બાંધી બહાર લવાયા હતા જયારે એક આંતકી ને ઠાર મરાયા નાં દશ્યો સાથે આ મોક ડ્રીલ હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે અચાનક જ આવી કોઈ બીના (ધટના) બને નહિ તે માટે વર્ષ માં બે વખત આવી મોક ડીલ યોજાતી હોય છે. ત્યારે આંતકી પકડાયા બાદ પોલીસ, હોંમ ગાર્ડ, ઍસોજી, એલસીબી કમાન્ડો સહિત ની એજન્સીઓ એ હાશકારો અનુભવ્યો હતો.