Placeholder canvas

મિતાણા નજીક ડાયવર્ઝનમાં વાહન પલટી જતા વહેલી સવારથી ટ્રાફિક ચક્કાજામ

કોન્ટ્રાકટરના ધૂળિયા ડાયવર્ઝનના અનેક વાહનો ફસાયા પાંચ કિલોમીટરથી વધુ વાહનોના થપ્પા લાગતા પોલીસ દોડી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા હજારો લિટર પેટ્રોલ ડિઝલનો ધુમાડો થઈ ગયો

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : રાજકોટ મોરબી હાઇવેનું કામ કાળ ચોઘડિયે શરૂ થયું હોય તેવી સ્થિતિમાં રોજે રોજ કોઈને કોઈ ઘટનાઓ બને છે ત્યારે આજે મિતાણા ઓવરબ્રિજના કામમાં એક હેવી મિલર વાહન પલ્ટી મારી જતા લોકો વહેલી સવારથી ટ્રાફિક જામમાં ફસાયા છે અને પાંચ પાંચ કિલોમીટર લાઈનો લાગતા પોલીસને દોડધામ કરવી પડી હતી. અમુક ગાડી ચાલકોતો લાંબી કતારો નિહાળી પોબારા રીટન નિકળી રહા છે. ભાજપ કોંગ્રેસ ચુટાયેલા નેતાઓ ગાંધીના બંદર બની તમાશો નિહાળી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ – મોરબી રોડ ઉપર મિતાણા ચોકડીએ આજે વહેલી સવારથી ચક્કાજામ સર્જાતા બે થી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગતા મહત્વના કામે નીકળેલા અનેક લોકોની રવિવારની રજા બગડી હતી.

આજે વહેલી સવારે ઓવરબ્રિજના કંન્ટ્રકશન સાઈટનો માલ પરિવહન કરતા હેવી મિલર વાહન પલટી જઈ નામ પુરતા કાઢેલા ડાયવર્ઝન ઉપર આવી જતા રાજકોટ અને મોરબી બન્ને તરફનો માર્ગ બ્લોક થઈ રસ્તો લોક થઈ ગયો હતો. આ અકસ્માત બાદ ૧૦ વાગ્યા સુધી પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવા દોડધામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઇવે ફોરલેનના કામમાં શરૂઆતથી વિવાદમાં રહેલા આ કામના કોન્ટ્રાક્ટરે માત્ર એક બાજુ ધુળ નાખી ડાયવર્ઝન કરી નિયમોનું ઉલ્લંઘન કરી વાહન ચાલકો માટે આફત નોતરી હોવા છતાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે રાષ્ટ્રિય નેતાઓ રાજયમંત્રી આ બાબતે હરફ સુધા ઉચારતા ન હોય ગાંધી ના બંદર બની તમાશો નિહાળી રહા છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તદ્ઉપરાંત નોકરશાહો પણ આંખે પાટા બાંધી ધુતરાષ્ઠની ભુમીકા ભજવી આવા નિયમભંગ કરનારની પિઠ થાબડી રહા છે.

આ સમાચારને શેર કરો