રાજકોટમાં વધુ ત્રણ, ભાવનગરમાં 2, જામનગર-ઉના પંથકમાં વધુ 1-1 કેસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં અમદાવાદ-મુંબઇથી આવતા લોકોના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ગતરાત્રે રાજકોટમાં વધુ ત્રણ આજે સવારે ભાવનગરમાં બે અને જામનગરમાં એક, ઉના પંથકમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. ગઇકાલે દીવમાં બે કેસ આવતા ટુરીસ્ટ પોઇન્ટ ફફડયો છે. તો બોટાદમાં ચાર કચ્છમાં વધુ છ કેસ નોંધાયા હતા. અમરેલીના વૃઘ્ધનું રાજકોટ સારવારમાં મૃત્યુ નિપજયું છે.
રાજકોટમાં ગઇકાલે બપોર સુધીમાં અમદાવાદથી પરત ફરેલા વધુ બે મહિલા ડોકટર સહિત કોરોનાના પાંચ દર્દી નોંધાયા બાદ રાત્રે શહેરમાં વધુ બે અને ગ્રામ્યમાં એક કેસ વઘ્યો છે. રાત્રે રૈયા રોડના શિવાજી પાર્ક પાછળ 6 પ્રગતીનગરમાં પિયુષ નામના મકાનમાં રહેતા પ્રસન્ન વણઝારા (ઉ.વ.19) નામના યુવકનો પોઝીટીવ રિપોર્ટ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તે અમદાવાદથી પરત આવ્યા બાદ લક્ષણો દેખાતા ગઇકાલ બપોરે તેનું સેમ્પલ લેવાયું હતું.
તો જુના રાજકોટના હાથીખાના શેરી નં.8માં રહેતા ઝરીનાબેન ગફારભાઇ લાખાણી (ઉ.વ.58) નામના મહિલાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને પણ દાખલ કરાયા છે. બંને વિસ્તારમાં આરોગ્ય ટીમોએ દોડી ક્ધટેનમેન્ટની કાર્યવાહી કરી હતી. આ સાથે શહેરનો આંકડો 103 થયો છે. ઝરીનાબેનની કોઇ ટ્રાવેલ કે સંપર્ક હિસ્ટ્રી પણ નથી.
તો કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે રહેતા એક વ્યકિતને પણ કોરોના નિદાન થતા હોસ્પિટલે ખસેડાયા છે. આ પપ વર્ષના પ્રૌઢ કતારથી રાજકોટ પાસેના ત્રિમંદિર ખાતે સીધા કવોરેન્ટાઇન થયા હતા. તેઓ મૂળ દ્વારકાના છે અને ગઇકાલે સેમ્પલ લેવાતા પોઝીટીવ નિદાન થયું હતું.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…