મોરબીમાં દિગજ્જ કોંગ્રેસીઓનો જમાવડો: પેટા ચુંટણીનું રણશિંગું ફૂકાયું
“એક નામ આપો તે કોંગ્રેસનો ઉમેદવાર નક્કી”
મોરબી : બ્રીજેશ મેરજાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામાંને પગલે ક્રોગ્રેસ તરફથી તેમના પર ગંભીર અક્ષપો થઈ રહ્યા છે ત્યારે પક્ષ પલ્ટુ ધારાસભ્યને સબક શીખવાડવા માટે તેમના વિસ્તારમાં જઈને કોંગ્રેસના પ્રદેશ નેતા વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં ક્રોગ્રેસ દ્વારા આજે આ બાબતે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જેમાં હાજરી આપવા માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા સહિતના કોંગ્રેસી ધારાસભ્યો મોરબી આવી પહોંચ્યા હતા.
ગુજરાતમાં રાજ્યસભાની બેઠક માટેની ચૂંટણી હજી સંપન્ન થઇ નથી ત્યાં પેટા ચૂંટણી માટેના રણસીંગા ફૂકાવા લાગ્યા છે આજરોજ મોરબી ખાતે વિરોધ પક્ષના નેતા, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમજ ૧૦થી વધુ કોંગ્રેસના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં મોરબી જીલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઇ હતી જેમાં મોરબી માળીયા બેઠક ઉપર આવનારી પેટા ચૂંટણી માટે અત્યારથી જ એક નામ નિશ્ચિત કરીને આપવા માટે સ્થનિક આગેવાનોને પ્રદેશના આગેવાનો દ્વારા ટકોર કરવામાં આવી હતી અને આ ઉપરાંત આગામી પેટા ચૂંટણીની અંદર પ્રચાર-પ્રસારનું મહત્વનો મુદ્દો મેરજાએ કોંગ્રેસ સાથે નહી પ્રજાની સાથે દ્રોહ કર્યો છે તે બનાવવામાં આવશે તેવું પણ પ્રદેશના આગેવાનોએ કહ્યું હતું
મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે ત્યારે મોરબી શહેરમાં આજરોજ ક્રિષ્ના હોલ ખાતે વિરોધ પક્ષના નેતા સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીટીંગ અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલા વિપક્ષના નેતા તેમજ ધારાસભ્યોએ બ્રિજેશ મેરજાને જે તે સમયે કોંગ્રેસમાં પાછા લેવામાં આવ્યા તે ઘટનાને કોંગ્રેસની સૌથી મોટી ભૂલ ગણાવી હતી અને જે ભૂલ થઈ ગઈ આવી ભૂલ ભવિષ્યમાં ક્યારેય પણ કોંગ્રેસમાં નહીં કરવામાં આવે અને વેચાયો માલ પરત કોંગ્રેસમાં ક્યારે પણ નહીં લેવામાં આવે તેવી લાગણી વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી
વધુમાં પરેશભાઈએ એવું પણ કહ્યું હતું કે આગામી દિવસોમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠક ઉપર જ્યારે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ ચૂંટણી ના ઉમેદવાર તરીકે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો નક્કી કરીને ઉમેદવાર તરીકે એક નામ આપે તો તેના ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવશે અને આગામી દિવસોમાં વર્ષ ૨૦૧૭ ની ચૂંટણીની જેમ જ કોંગ્રેસ ખૂબ સારું પરિણામ લાવી શકશે જેથી અત્યારથી જ ચૂંટણીનાં કામે લાગી જવા માટે થઈને સ્થાનિક આગેવાનો હોદ્દેદારો કાર્યકરો સહિતનાઓ ને ટકોર કરી હતી અને બ્રિજેશભાઈ મેરજાએ અત્યારે જે પ્રજા સાથે દ્રોહ કર્યો છે તે મુદ્દાને ભવિષ્યમાં આવનારી પેટા ચૂંટણીમાં પ્રચાર પ્રસારનો મુદ્દો બનાવવામાં આવશે તે વાત ઉપર પણ પ્રદેશના આગેવાનો એ ભાર મૂક્યો હતો આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, વિક્રમભાઈ માદામ, પ્રવીણભાઈ મુછડિયા, બાબુભાઈ વાંજા, કનુભાઈ બારૈયા, મોહનભાઈ, અંબરીશભાઈ ડેર, સંતોકબેન, લલીતભાઈ કગથરા, મહોમદજાવીદ પીરજાદા, પ્રતાપભાઈ દુધાત્રા હાજર હતા
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…