Placeholder canvas

વાંકાનેર: ધમલપર ગ્રામ પંચાયત બોડીના સભ્યને જાનથી મારી નાખવાની ધમકી…

વાંકાનેર: ધમલપર ગામમાં ગ્રામ પંચાયતની બોડી દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કર્યા બાદ ગામતળની સ્થળ તપાસ કરવા જતા ત્યારે બે શખ્સો દ્વારા ગ્રામ પંચાયતના સભ્યને કાયદેસરની કાર્યવાહી કરવાની મનાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે વાંકનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે રહેતા ફરિયાદી રવીભાઈ મંગાભાઈ જીંજરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી યાસીનભાઈ મામદભાઈ દેકાવાડીયા અને ઈમરાનભાઈ રસુલભાઈ દેકાવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગ્રામ પંચાયતના સભ્ય હોય જેમાં સરપંચ, મંત્રી સહિત સમગ્ર બોડી દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ગામતળની જાહેર હરાજી કરી નિકાલ કરવાનો ઠરાવ કરી ગામના બસ સ્ટેન્ડ નજીક થાન રોડ પર સ્થળ તપાસ માટે જતા ઉપરોક્ત બંને આરોપીઓ ત્યાં આવી ‘ આમારા વાડા તથા સાબુના કારખાના પર કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરશો, તો ભીસડા ખેરવી નાંખીશું ‘ તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી બાબતે આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

આ સમાચારને શેર કરો