Placeholder canvas

રાજકોટમાં રવિવારે કવિ સંમેલનનું આયોજન, જાણીતા કવિઓ આપશે ઉપસ્થિતી 

રાજકોટ: સાહિત્ય એટલે જીવન જીવવામાં આવતી મજા. કોઈપણ સાહિત્યનાં પ્રસાર અને પ્રચાર માટે શાસકોની નીતિ, લોકોની રહેણીકરણીની શૈલી અને સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ અત્યંત મહત્ત્વનો છે. બોલાતી ભાષા અને તેના પરથી રચાતા સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવતું હોય છે. લોકોના અતિવ્યસ્ત જીવનમાં જયારે સાહિત્ય પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા મેળાવડા રચાય છે ત્યારે જાણે જીવન ખરા અર્થમાં સાર્થક થાય છે. રાજકોટ ખાતે આવા જ એક મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સાહીત્ય,ગઝલ,કવિતા ગ્રુપ’ તથા ‘લેખક અને લેખન’ ગ્રુપ દ્વારા કવિ સંમેલનનું આયોજન થયું છે.

આ કાર્યક્રમનું આયોજન ભૂષિત શુક્લ, હર્ષલભાઈ અંજારિયા, પર્જન્ય પંડ્યા, ભાવેશભાઈ ચાંદેગરા દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મિત્તલભાઈ ખેતાણી, અનુપમભાઈ દોશી, નૈષધભાઈ વોરા, અજયભાઈ જોશી, કૌશિકભાઈ મહેતા મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિતિ આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિતેશભાઈ પ્રજાપતિ – નિહર્ષ તથા નમ્રતાબેન ઓઝા કરશે. સંમેલનમાં અંબાલાલભાઈ ખાનપરા, મહેશભાઈ ગઢવી, મહેશભાઈ બારોટ, જયદીપભાઈ લશ્કરી, પ્રેમભાઈ જામલિયા, દિલીભાઈ ધોળકિયા, કેતનભાઈ બગથરિયા, મિતુલભાઈ કોઠારી, જશુબેન બકરાણીયા, મીરાબેન વ્યાસ, વિદ્યાબેન ગજ્જર, હેતલબેન ઠકકર, વંદનાબેન દવે, પિન્કીબેન મહેતા શાહ, શૈમીબેન ઓઝા, પાયલબેન ઉનડકટ, જાગૃતિબેન વ્યાસ, કામ્યા ગોપલાણી ભાગ લઇ પોતાની રચનાઓ રજુ કરશે.

આ કાર્યક્રમનું આયોજન 11 ફેબ્રુઆરી, રવિવારનાં રોજ સાંજે 4 વાગ્યાથી સત્વ હોલ, જલારામ સોસાયટી – ૨, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. સૌને આ કવિ સંમેલનમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ અંગે વિશેષ વિગતો માટે ભૂષિતભાઈ શુક્લ (મો. 90166 96380) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

આ સમાચારને શેર કરો