રાજકારણની પડી ગયેલી ખોટી ઘળને સીધી કરવા ઈસ્ત્રી લઈને મેદાનમાં ઉતર્યા છે. રહીમાબેન કડીવાર
વાંકાનેર: વર્તમાન રાજકારણમાં સ્વાર્થ અને મતલબ સિવાય બીજું કંઈ જોવા નથી મળતું લોકોનુ હિત, લોકોની મુશ્કેલી માટે તેમને કંઈ લેવાદેવા નથી. આવા રાજકારણની પડી ગયેલી ઘળને સીધી કરવા માટે રહીમાબેન મહેબુબભાઇ કડીવાર અપક્ષ ઉમેદવારી નોંધાવીને ઈસ્ત્રી સાથે મેદાનમાં ઉતર્યા છે.
તીથવા જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર રહીમાનબેન મહેબુબભાઇ કડીવાર પોતે હાલમાં પીપળીયા રાજ ગામ ના સરપંચ છે, અને પીપળીયારાજ ગામના પૂર્વ સરપંચ અને હાલના પીપળીયારાજ સહકારી મંડળીના પ્રમુખ મહેબુબભાઇ કડીવારના પત્ની છે. મહેબુબભાઇ કડીવારના મત મુજબ વર્ષોથી મતો માંગે છે અને લોકો આપે છે પણ લોકોના કામ નથી થતા એટલું જ નહિ પણ ચૂંટાયા પછી તેમના દર્શન પણ દુર્લભ થઈ જાય છે. આવા તમામ મુદ્દાઓ સાથે મહેબુબભાઇ તીથવા જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર અને તેમના પત્નીનો પ્રચાર કરી રહ્યા છે.
મહેબુબભાઇ જણાવ્યા મુજબ તેમને કોંગ્રેસની વિચારધારા સાથે કોઈ પ્રશ્ન નથી પણ તેમને સ્થાનિક આગેવાનો સાથે પ્રોબ્લેમ છે, અહીં વફાદારીની કોઈ કિંમત નથી અને પાર્ટી બદલુને ટિકિટ આપવામાં આવે છે.એ કઈ રીતે ચલાવી લેવું તેઓ સત્તા માટે નહીં પણ લોકોની સમસ્યાના નિવારણ માટે ચૂંટણી લડી રહ્યા છે. જો તેઓ ચૂંટાઈ જશે તો હંમેશા લોકોની સાથે રહેશે અને નિયમિત પણે નિર્ધારિત સમયે પાંચ વર્ષ સુધી દરેક ગામની મુલાકાત લેશે અને લોકોને સાંભળશે.
મહેબુબભાઇ કડીવારને પોતાના ગામ અને આ વિસ્તારના તમામ ગામોમાં જે વાંકાનેરના સ્થાનિક આગેવાનોથી નારાજ છે તેવા લોકો, આગેવાનો આવકારે છે, અને મહેબુબભાઇ કડીવારે સ્થાનિક આગેવાનો સામે શરૂ કરેલી લડતમાં તેમને મજબૂત કરવા માટે મત રૂપી ટેકો આપવાની ખાતરી આપી છે.
આમ આ વિસ્તારમાં સૈદ્ધાંતિક લડત લડતા મહૅબુબભાઈ કડીવારને લોકો સહકાર આપીને તેમના દરેક મુદ્દે લોકો સાથે છે. ચૂંટણીમાં તેમને મત આપી સિદ્ધાંત વગરનું અને પોતાની મરજી મુજબનું રાજકારણ કરનારને ‘હવે બસ’ નો મેસેજ આપવા માંગે છે.