Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની સીંધાવદર બેઠક પર ભાજપના ઉમેદવારને તમામ સમાજનો ટેકો

વાંકાનેર તાલુકા પંચાયતની સિંધવાદર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ફાતુબેન અબ્બાસભાઈ શેરસિયા ચૂંટણી લડી રહ્યા છે. સિંધાવાદર બેઠકમાં સીંધાવદર, નવીકલાવડી અને પ્રતાપગઢ ગામનો સમાવેશ થાય છે. દરેક ગામમાંથી તેમને આવકાર મળી રહ્યો છે.

સીંધાવદર તાલુકા પંચાયતના ઉમેદવાર ફાતુબેનના પતિ અબ્બાસભાઈ એ સીંધાવદર ગ્રામ પંચાયતનાં સભ્ય તરીકે અને અબ્બાસભાઈના મોટાભાઈ હુસેન જલાલ તેઓ સીંધાવદર ગામમાં સરપંચ તરીકે સેવા આપી ચૂકયા છે. આ ચૂંટણીમાં સિંધાવદર ગામમાં મુસ્લિમ સમાજ ઉપરાંત દલિત સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ, ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ વિગેરે તમામ સમાજ સાથે છે, દરેક જગ્યાએથી તેમને આવકાર મળી રહ્યો છે.

આ સીટ ઉપર મતદારોનો મુડ ભાજપના ઉમેદવારને વિજય બનાવવાનો દેખાઈ રહ્યો છે. સાથો સાથ આ સીટમાં આવતા ગામોના આગેવાનો ટેકેદારોનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો છે. આમ સીંધાવદર સીટમાં ભાજપના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંને ઉમેદવાર મોટી લીડ અપાવવાની બહુમતી મતદારો ખાતરી આપી છે.

આ સમાચારને શેર કરો