Placeholder canvas

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ ઉપર ભાજપના ઉમેદવાર દક્ષાબા ઝાલાને જીતનો કોલ આપતા મતદારો

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે દક્ષાબા ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પોતાએ ભાટીયા સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે. તેઓને સમગ્ર સોસાયટીમાં આવકાર મળ્યો છે. તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવતું હતું તેમજ મત આપવાની ખાતરી પણ આપવામાં આવતી હતી.

આ સીટ પર ભાજપના ઉમેદવાર માટે કામના નામે મત માગવા આવી રહ્યા છે. ઉમેદવારના પતિ અને ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા એ ચંદ્રપુર ગુલશન અને ભાટીયામાં ઘણા બધા વિકાસના કામ કર્યા છે, જે મતદારની ધ્યાનમાં છે. જ્યારે લોકો પણ રસ્તા, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નહોતી મળતી અને તે હવે મળી છે. ત્યારે આવા કામ કરતા ઉમેદવારને મતદારો મત આપીને વિજય બનાવવાનો કોલ આપી રહ્યા છે.

આ સીટ પર ભાજપના ઉમેદવાર ને ભાટીયા સોસાયટી ગુલશન અને ચંદ્રપુર માંથી મતો મળશે તેવો દાવો છે. જ્યારે ભાટીય સોસાયટી માં તમને ખૂબ મોટું સમર્થન મળ્યું છે. આ સીટ ઉપર ભાજપનું કમળ ખીલશે એવુ વર્તમાન સ્થિતિ પર લાગી રહ્યું છે.

આ સમાચારને શેર કરો