ગુજરાતમાં 6 નવા પોઝિટિવ કેસ, કુલ 53 થયા: ઈન્કયુબેશન પીરીયડ શરૂ: એક સપ્તાહ નિર્ણાયક
રાજકોટ: ગુજરાતમાં કોરોનાના છ નવા પોઝીટીવ કેસ નોંધાતા રાજય સરકાર ચોકી ઉઠી છે અને રાજયમાં કોરોના પોઝીટીવના કુલ 53 કેસ થયા છે તો બીજી તરફ આજે રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદમાં રાજયમાં હવે કોરોના સામે મહતમ સાવધાનીની જરૂર હોવાનું જણાવીને તેઓ સંકેત આપ્યો કે રાજયમાં આગામી દિવસમાં કોરોના પોઝીટીવ કેસ વધી શકે છે.
ગઈકાલે કેન્દ્રીય કેબીનેટ સચિવે દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ અંદાજે 15 લાખ લોકો વિદેશથી દેશના અલગ અલગ ભાગમાં આવ્યા છે. તેમાં તમામની ચકાસણી થઈ નહી હોવાનું મનાય છે અને રાજયોને આ પ્રકારના લોકોની તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો હતો. સુશ્રી જયંતિ નટરાજને આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજયમાં જેઓ કોરોનાના લક્ષણ ધરાવે છે અને હજુ જાહેર થયા નથી તેવા લોકોને ‘ઈન્કયુબેશન’ નો પિરીયડ શરૂ થયો છે અને તેથી કોરોના પોઝીટીવ વધી શકે છે.
આ ઈન્કયુબેશન પીરીયડ એવી સ્થિતિ છે જેઓને કોરોનાનો ચેપ લાગ્યો છે પણ તેના શરીરમાં તેને સક્રીય થતા 6થી8 દિવસ લાગી શકે છે અને ત્યારબાદ તે વ્યક્તિઓ કોરોનાના બહારી લક્ષણ નજરે ચડે છે. આ સમયગાળો 15 દિવસનો પણ હોઈ શકે છે. જયંતિ નટરાજને કહ્યું કે રાજયમાં હવે તા.5 એપ્રિલ સુધીમાં કોરોના પોઝીટીવના કેસ વધી શકે છે. જેથી લોકડાઉનનો અમલ વધુ આકરો કરવાની સાથે લોકો ઘરમાં જ રહે તે જોવાની સૌથી વધુ આવશ્યકતા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહેસાણાનો એક કેસ છે. આમ રાજયના નવા જીલ્લામાં કેસ આવ્યો છે તો અમદાવાદમાં ત્રણ વધુ કેસ ગાંધીનગરમાં 1, વડોદરામાં 2 કેસ નોંધાયા છે અને કુલ પોઝીટીવ 53 થયા છે.
શું છે ઈન્કયુબેશન પીરીયડ
ગુજરાતમાં ઈન્કયુબેશન પીરીયડ શરૂ થયો છે તેવા આરોગ્ય સચિવની જાહેરાતથી હવે કોરોના ગંભીર બન્યો છે તેવા સંકેત છે. વાયરસના સંક્રમણ બાદ જે તે વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિના આધારે તે વાયરસ કયારે કેવી રીતે અસર કરે છે તે નિશ્ચિતથાય છે. કોરોનામાં વાયરસ વ્યક્તિને સંક્રમીત કર્યા બાદ એક અઠવાડીયાથી 15 દિવસમાં તે એકટીવ થાય છે અને ગુજરાતમાં હવે આ પ્રકારનો ઈન્કયુબેશન પીરીયડ શરૂ થયો છે તેવી ચેતવણી આરોગ્ય સચિવે જાહેર કર્યુ છે.
લોકડાઉન આકરૂ બને છે: ચેતવણી
ગુજરાતમાં જે રીતે ગઈકાલે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અને હવે ઈન્કયુબેશન પીરીયડ પણ ચાલુ થયા છે. ઉપરાંત લોકલ ટ્રાન્સમીશનના ચાર કેસ વધ્યા છે. તેનાથી સરકાર લોકડાઉનને વધુ આકરુ બનાવવા જઈ રહી છે અને રાજયમાં રોડ પર હવે પોતાની સાથે અનામત પોલીસ દળ પણ ઉતારાશે તેવા સંકેત છે.
આજે નોંધાયેલા છ કેસમાંથી ચાર લોકલ ટ્રાન્સમીશન
ગુજરાતમાં આજે કોરોના વાયરસના વધુ છ કેસ નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. પરંતુ તેના કરતા પણ વધુ ચિંતાની વાત એ છે કે છમાંથી ચાર લોકલ ટ્રાન્સમીશનના કેસ છે.
આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાતમાં આજે નવા નોંધાયેલા છ કેસમાં વડોદરાના 66 વર્ષના વૃઘ્ધ યુ.કે.થી આવ્યા હતાં. તેમજ અમદાવાદના 70 વર્ષના વૃઘ્ધ ઇન્દોરથી આવ્યા હતાં. તે સિવાય ગાંધીનગરના 81 વર્ષના વૃઘ્ધ, મહેસાણાના પર વર્ષના પ્રૌઢ તેમજ અમદાવાદનો 33 વર્ષનો યુવાન અને 45 વર્ષીય મહિલા જેમના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તે લોકલ ટ્રાન્સમીશનના કેસ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…