skip to content

રાજકોટ: કોરોના લક્ષણ ધરાવતા વ્યક્તિઓને સરકારી અને ક્રાઈસ્ટ હોસ્પિટલમાં જ દાખલ કરવા આદેશ

રાજકોટ: કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને અને સરકારના સચિવ રાહુલ ગુપ્તાની ઉપસ્થિતિમાં ઇન્ડીયન મેડીકલ એસોસિએશનનાં ડોક્ટર મિત્રો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં નક્કી થયા મુજબ રાજકોટ શહેરમાં 1 સરકારી તથા 23 ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની સુવિધા આઈડેન્ટીફાય કરવામાં આવેલ છે.

મીટીંગમાં નક્કી થયા મુજબ હાલમાં કોરોના વાયરસના સીસ્ટમ્સ ધરાવતા લોકોને આઈસોલેશન વોર્ડમાં દાખલ થવાના પ્રસંગે પ્રથમ જો દર્દી સરકારી હોસ્પિટલમાં દાખલ થવા માંગતા હોય તો તેમને સરકારી હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવાના રહેશે જો દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માંગતા હોય તો તેમને ફરજીયાતપણે ક્રાઈસ્ટ હોસ્પિટલ, માધાપર,જામનગર રોડ, રાજકોટ ખાતેનાં જ આઈસોલેશન વોર્ડમાં દાખલ થવાનું રહેશે.

ક્રાઈસ્ટ હોસ્પિટલની તમામ સુવિધાઓ પૂરી થયાબાદ અત્રેથી નક્કી કરવામાં આવનાર અન્ય ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાના રહેશે. હાલના સંજોગોમાં ક્રાઈસ્ટ હોસ્પિટલ સિવાયની અન્ય કોઇપણ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીને દાખલ કરવાના રહેશે નહીં. વધુમાં ઇન્ડીયન મેડીકલ એસોસિએશનનાં ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવેલ કે, હાલમાં રાજકોટ શહેરમાં 100 જેટલાં એમ.ડી (ફીઝીશ્યન)ના દવાખાનાઓમાં ઓપીડીની સુવિધાઓ ચાલુ છે કોઇપણ દર્દી આવે તો તેને સારવાર આપવામાં આવે છે, પરંતુ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સામાન્ય તકલીફ હોય તો ખોટી ભીડ ન થાય તે માટે દવાખાનામાં ન આવવું. જેથી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીની અને અન્ય ગંભીર બીમારીવાળા દર્દીની સારી રીતે સારવાર કરી શકાય તેમજ દવાખાનામાં ભીડભાડવાળી જગ્યાએ સામાન્ય રોગ ધરાવતા દર્દી ન આવે તે તેમના માટે હિતાવહ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો