Placeholder canvas

કોરોના ગ્રસ્તના બેસણામાં ગયેલા કચ્છના યુવાનને શંકાસ્પદ લક્ષણોથી દોડધામ

કચ્છના વાગડ વિસ્તારમાંથી વધુ 2 શંકાસ્પદ દર્દી મળતા તંત્ર ચોકયું

કચ્છમાં કોરોનાના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. બંને દર્દીઓ વાગડના છે. કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા સૂરજબારી ચેકપોસ્ટ પાસેથી એક ટ્રકમાંથી છ યુવકો મળી આવ્યાં હતા. આ યુવકો પૈકી ભચાઉ તાલુકાના કડોલ ગામના 19 વર્ષના એક યુવકનું થર્મલ સ્ક્રીનીંગ કરતાં તેને તાવ હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોગ્યતંત્રએ તેની પૂછતાછ કરતાં યુવકે જણાવ્યું હતું કે તે મુંબઈમાં કોરોનાથી મૃત્યુ પામેલાં સંબંધીના બેસણામાં ગયો હતો.

તેની વાત સાંભળીને આરોગ્ય તંત્રની ટીમ તુરંત સતર્ક બની ગઈ હતી અને યુવકને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ યુવક સાથે રહેલાં અન્ય 5 વ્યક્તિઓને માધાપર યક્ષમંદિર ખાતે ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાઈ છે. બીજી તરફ,સીમાવર્તી રાપર તાલુકાના આડેસર ગામના 62 વર્ષિય પુરુષ દર્દીના ફેફસામાં ઈન્ફેક્શન જોવા મળતાં તેમનું પણ સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું છે. માધાપરના 62 વર્ષિય પુરુષ દર્દી હજુ બાયપેપ પર સારવાર મેળવી રહ્યાં છે અને તેમની તબિયત સ્થિર છે.

આરોગ્ય વિભાગે લખપતની કોરોનાગ્રસ્ત મહિલા દર્દીનું આજે પાંચમું સેમ્પલ લઈ લેબમાં ચકાસણી માટે મોકલ્યું છે. અગાઉ ત્રણ સેમ્પલના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં હતા પરંતુ ચોથા અને પાંચમા સેમ્પલના રીપોર્ટ હજુ આવવાના બાકી છે. જો તે નેગેટીવ આવશે તો મહિલાને હોસ્પિટલમાંથી રજા અપાશે.

દરમ્યાન, કચ્છમાં ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સવારના સાત વાગ્યા સુધીમાં કુલ 1096 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં 128 સ્થાનિક વ્યક્તિનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ 39772 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. તો કોરોના વાયરસના પગલે કુલ 3418 લોકોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન 42 જેટલા વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 3418માંથી 3376 વ્યક્તિઓને ઘરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 6544 વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી 3168 વ્યક્તિઓએ 14 દિવસનો ક્વોરન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો