વાંકાનેર: હનુમાનજીના દર્શન કરવા ગયેલ યુવાનને બાઈક પાર્ક કરવા બાબતે લાકડી મારી.
વાંકાનેર : વાંકાનેરમાં દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયેલા યુવાનને એક શખ્સે હોસ્પિટલના દર્શન કરાવી દીધા ! તે બાઈક અહીં કેમ પાર્ક કર્યું ? કહી કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો ત્યાં યુવાનને સાત ટાકા લેવા પડયા હતા. આ ઘટના અંગે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરમાં દરબારગઢ નજીક અપ્સરા શેરીમાં રહેતા ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગી દરબારગઢ વાળી શેરીમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિર નજીક બાઈક પાર્ક કરતા અનિરૂધ્ધસિંહ ઉર્ફે લાલભા ગંભીરસિંહ ઝાલા નામનો ઈસમ આવ્યો હતો અને અહીં બાઈક કેમ પાર્ક કર્યું બાઈક લઈ લે તેમ જનાવ્યુ હતું. જેથી ફરિયાદી ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગીએ દર્શન કરીને હું જતો રહીશ તેમ કહેતા જ અનિરુદ્ધસિંહ ઉર્ફે લાલભા ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઘનશ્યામભાઈને કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા કપાળમાં સાત ટાકા લેવા પડયા હતા.
બનાવ અંગે ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે અનિરુદ્ધસિંહ ઉર્ફે લાલભા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.