મોરબીમાં કોરોના કેસોમાં ઘટાડો, આજે વધુ એક મોતથી કુલ મૃત્યુઆંક ૯૪ થયો

ત્રીજી લહેરમાં સાત દર્દીના મોત થયા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને નજીવા કેસો નોંધાઈ રહ્યા છે જોકે મૃત્યુ આંકમાં વધારો થઇ રહ્યો છે જેમાં આજે હળવદ પંથકમાં એક ૫૩ વર્ષના મહિલાનું મોત થયું છે

મોરબી જીલ્લામાં આજે માત્ર મોરબી તાલુકામાં ૦૬ કેસ નોંધાયા છે જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો અન્ય ચાર તાલુકામાં આજે રાહત જોવા મળી છે તો આજે હળવદ પંથકમાં એક મોત થયું છે હળવદ શહેરના ૫૩ વર્ષના મહિલાનું મોત થયું છે જેઓને ફેફસાની જૂની બીમારી હતી અને મૃતકે કોરોના રસીનો એકપણ ડોઝ લીધો ના હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે

આ સમાચારને શેર કરો