Placeholder canvas

વાંકાનેર: જેતપરડા ગામમાં મહિલાએ ગેસના બાટલા સાથે લોકોની પીળા રજૂ કરી…

વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમના સાથી આગેવાનો અને ટેકેદારો સાથે પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે ઘણા લોકો આવી પહોંચ્યા હતા. તેમાંથી અમુક મહિલાઓએ માથા પર ગેસનો બાટલો લઈને વિરોધ પ્રદર્શન કરીને તેમની પીડા, વ્યથા રજુ કરીને ભાજપનો વિરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે ગેસના બાટલા નો ભાવ ₹1,000 કરતા વધુ હોય આ ગેસનો બાટલો હવે પોસાય તેમ નથી પીએમ નરેન્દ્ર મોદીએ પહેલા ઉજ્વલા યોજના હેઠળ દરેક ઘરે ગેસ નો બાટલો પહોંચાડ્યો અને પછી ભાવ 1000 ને પાર થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખ છે કે કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે જો તેમની સરકાર આવશે તો ગેસના બાટલાનો ભાવ ₹500 કરી દેવામાં આવશે.

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામમાં આમ આદમી પાર્ટીને સારો આવકાર મળ્યો હતો. આપ ના ઉમેદવાર અને આગેવાનોએ ગામમાં લોકોનો સંપર્ક કરીને જાળુને મત આપવા અપીલ કરી હતી.

આ સમાચારને શેર કરો