રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4082, રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે


ગાંધીનગર. રાજ્યમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 93 દર્દી સાજા થયા છે. આ સાથે અત્યારસુધીમાં રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 4082 અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે. તેમજ 527 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં બીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 19 એપ્રિલે 300થી વધુ કેસ નોંધાયા હતા.

3જી મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં 4 મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
