skip to content

કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પુત્રીનો ગળાફાંસો ખાઈ આપઘાત

કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નકકી થયા બાદ સતત મોડું થતાં ચિંતાગ્રસ્ત બનેલી યુવતિએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગર જિલ્લા તેમજ રાજકીય વર્તુળમાં શોક જન્માવનાર બનાવની વિગત મુજબ કાલાવડ વિધાનસભાની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની 24 વર્ષીય પુત્રી રીધ્ધિબેને પોતાના ધ્રોલ ખાતે ફુલવાડી રોડ પર આવેલા નિવાસ સ્થાને ગઇકાલે સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભાજપના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા અને તેનો પરિવાર બહારગામ ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધાની વિગતો સામે આવી છે.

સાંજે પરત ફરેલા પરિવારને આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇએ ધ્રોલ પોલીસમાં નોંધાવેલા નિવેદન મુજબ બી.ઇ.એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ પુત્રી રીધ્ધિને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવું હતું. જેના માટે એડમીશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.

કેનેડાની યુનિવર્સિટીમાં એડમીશન લઇ ફી પણ ભરી દેવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિમાં કેનેડા જવાનું સતત મોડું થઇ રહ્યું હોવાથી રિધ્ધિ સતત ચિંતામાં પડી ગઇ હતી. આ જ કારણે તેણીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે મેઘજીભાઇના પરિવાર સહિત ભાજપ અને રાજકીય વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો