ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષની વયે નિધન

ગુજરાતનાં સુપ્રસિદ્ઘ લેખિકા કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે 29 એપ્રિલ મોડી રાતે બે વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતાં. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

કુન્દનિકા કાપડિયાનો જન્મ 1લી જાન્યુઆરી 1927ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં થયો હતો. તેમનું લગ્ન લેખક મકરંદ દવે સાથે થયું હતું. કુન્દનિકા કાપડિયા ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર છે. ગુજરાતી સાહિત્યમાં હંમેશા તેમનું નામ સન્માન સાથે લેવાશે.

લેખિકાની લોકપ્રિય નવલિકાઓ પ્રેમનાં આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઇશું તમને, કાગળની હોડી, મનુષ્ય થવું છે. આ સાથે તેમની નવલકથાની વાત કરીએ તો પરોઢ થતાં પહેલા, અગનપિપાસા, સાત પગલાં આકાશમાં છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GR1OAVDoMpvEtuqJ5225li

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો