આવતી કાલે ટંકારામાં વનવિભાગ દ્વારા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
By Jayesh Bhatasana (Tankara)
ટંકારા: આવતી કાલે એટલે કે 5 જુન ને શનિવારે સવારે 9:30 થી 10:30 સુધી દયાનંદ સરસ્વતી ચોક ખાતે વુક્ષરથ ઉભો રહશે ત્યારબાદ વુક્ષરથ શહેરના રાજમાર્ગો પર ફરી જેમને પણ તુલસી,ઉમળો,અરડૂસી, બિલ્લીના રોપા જોતા હશે એમને વિના મૂલ્યે આપવામાં આવશે.
5 જુને વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી સામાજિક વનસંરક્ષક વિભાગ રાજકોટ અને વનવિભાગ ટંકારા થકી હરબટીયાળી આરોગ્ય કેન્દ્ર ખાતે કરશે. તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુડારીયાએ એક અખબાર યાદીમાં જણાવાયું છે.