Placeholder canvas

આજથી મોરબી જીલ્લાના 18+ યુવાનો માટે વેકશીન શરૂ…

વેકસીનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત, તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર વિનામૂલ્યે મળશે.

મોરબી : રાજ્ય સરકારે અગાઉ માત્ર 10 જિલ્લામાં જ 18 થી 44 વર્ષની વય જૂથના નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેકસીન શરૂ કરાયા બાદ આજથી રાજ્યના તમામ જિલ્લામાં કોરોના વેકસીનેશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાના જણાવ્યા મુજબ તા.4 થી મોરબી જિલ્લામાં 18 થી 44 વર્ષના યુવાવર્ગને કોવિશિલ્ડ કોરોના વેકસીન આપવાની શુભ શરૂઆત કરવામાં આવશે. જેમાં કુલ 15 સ્થળો ઉપરથી વેકસીન મૂકી આપવામાં આવશે.

મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષના વયજુથ માટે કોરોના વેકસીન તદન વિના મુલ્યે આપવામાં આવશે. આ માટે લાભાર્થીએ CO-WIN પોર્ટલ ઉપર ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે. રજીસ્ટ્રેશન બાદ વેકસીન લઇ શકાશે.

રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોને જીલ્લામાં કુલ 15 સ્થળો ઉપરથી વેકસીન આપવામાં આવશે.

મોરબી:-
જેમાં મોરબી તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર, સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી. લીલાપર અર્બન હેલ્થ સેન્ટર પરસોતમ ચોક ખાતે મુકવામાં આવશે.

ટંકારા:-
જ્યારે ટંકારા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ,

માળીયા મિયાણા:-
જેમાં માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી,

વાંકાનેર:-
જેમાં વાંકાનેર તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુંવા સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકનેર,

હળવદ:-
જેમાં હળવદ તાલુકામા-સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માથક મળી મોરબી જીલ્લામાં 15 સ્થળે વેકસીનેશન કરવામાં આવશે.

અપીલ:- મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષના તમામ લાભાર્થીઓને કોરોના રસીકરણનો લાભ લેવા મોરબી જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ.કતીરા, જીલ્લા આરસીએચ અધિકારી ડો.અંજુબેન પરમારે અનુરોધ કર્યો છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?

આજથી મોરબી જિલ્લાના 18 થી 44 વર્ષના નાગરિકો માટે વેકસીનેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

https://selfregistration.cowin.gov.in

1)આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.

2) તમારો મોબાઈલ નંબર નાખીને ગેટ OTP પર ક્લિક કરો.

3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડ સુધી જ માન્ય રહેશે.

4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં આપણી માગેલી માહિતી ભરવાની રહેશે.

5) ફોટો આઇડી માટે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે મતદાર ઓળખપત્ર પણ માન્ય રહેશે.

6) તેમાંથી કોઈ એક ફોટો અસીડીનો વિકલ્પ પસંદ કરી તેમનો આઇડી નંબર નાખો

7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.

8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

ઉપર મુજબ ફોલો કરીને વિગત ભરવાથી વેકશીન એપોઇનમેન્ટ રજીસ્ટ્રેશન થઇ જશે….

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો