ડુંગળીના ઉંચા ભાવનું કારણ: વધુ વરસાદ, ઓછુ ઉત્પાદન -જયેશ રાદડીયા

રાજકોટ: રાજય સરકાર દ્વારા આયોજીત ભરતી મેળામાં ભાગ લેવા માટે કૅબિનેટ પુરવઠા મંત્રી જયેશ રાદડિયા રાજકોટ આવ્યા હતા. કાર્યક્રમ પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ડુંગળીના ભાવ વધારા વિશે નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતું કે અતિવૃષ્ટીના કારણે ઉત્પાદન ઓછું થયું છે. જેના કારણે ડુંગળીના ભાવ વધારે છે. સરકાર ભાવ નિયંત્રણમાં લાવવા માટે વિચારણા કરશે.

જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘ સરકાર ડુંગળીના સ્ટોક અંગે તપાસ કરશે. ડુંગળીનું ઉત્પાદન અતિવૃષ્ટીના કારણે ઓછું થયું છે. આજે રાજકોટમાં એક બેઠક પણ છે. સરકાર ભાવ નિયંત્રણમાં લાવવા માટે વિચારણા કરશે.’ આ ઉપરાંત તેમણે રોજગાર મેળા વિશે માહિતી આપી હતી. રાદડિયાએ જણાવ્યું હતું કે ‘આજે સરકાર દ્વારા આયોજીત રોજગાર મેળામાં 5200 જેટલા નોકરી ઇચ્છુકો માટે 60 કંપનીઓને બોલાવવામાં આવી છે. ‘

આ સમાચારને શેર કરો