Placeholder canvas

વાંકાનેર: રેલ્વેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે બે વિદ્યાર્થીઓની નિમણુંક

વાંકાનેર: આસિસ્ટન્ટ લોકો પાયલોટની રેલ્વેની પરિક્ષામાં વાંકાનેર તાલુકાના બે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેમની રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ તરીકે પસંદગી કરવામાં આવી છે.

તાજેતરમાં ઇન્ડિયન રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટેની એક્ઝામ લેવામાં આવી હતી. આ પસંદગી પ્રોસેશમાં સૌપ્રથમ
(1) CBT 1 (general) જનરલ (2) CBT 2 ( General+ Technical) જનરલ+ટેક્નિકલ (3) CBT 3 (Physiology Test) સાયકોલોજી ટેસ્ટ પાસ કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ તપાસ કરવામાં આવે છે. આ એક્ઝામમાં આવા પાંચ સ્ટેપમાંથી પસાર થવાનુંં રહે છે. જેમા વાંકાનેરના પંચાસીયા ગામનો વિદ્યાર્થી ઇલ્યાસ બાદી અને કણકોટ ગામનો વિદ્યાર્થી મુસ્તાકએહમદ બાદી આ બંન્ને વિદ્યાર્થીઓ સફળ થયા છે. તેમણે આ પાંચે પાંચ કોઠા પસાર કરી લીધા છે. આગામી 30 તારીખથી તેઓની 110 દિવસની ઉદેપુર ખાતે ટ્રેનિંગ શરૂ થશે. હાલમાં તેમને એપ્રેન્ટીસ તરીકેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ટ્રેનિંગ પુરી થઈએ તેમને કાયમી ઓર્ડર મળી શકે છે.

આમ હવે વાંકાનેરના આ વિદ્યાર્થીઓ તેની ટ્રેનિંગ પૂરી કરીને ટ્રેન ચલાવતા જોવા મળશે. આ બંને વિદ્યાર્થીઓને કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન…. Congratulations

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો