Placeholder canvas

હવે વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર ફાળવણીની પ્રક્રિયા શો-રૂમથી જ થશે…

ગુજરાતમાં આગામી 1 જુલાઇથી તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે, જેને લઇને વડોદરા આરટીઓ દ્વારા ડીલર્સને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થઇ ગઈ છે અને આવનારા દિવસોમાં તબક્કાવાર તાલીમ આપવામાં આવશે.

તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટમાં આવેલા સુધારા મુજબ, ડીલરના શોરૂમ ખાતેથી જ વાહનોના નંબર ફાળવવામાં આવશે. આ પહેલાં આરટીઓમાંથી જ વેરિફાઇ અને એપ્રૂવલની કામગીરી થતી હતી અને આરટીઓમાંથી નંબર એલોટમેન્ટ થતા હતા, જે હવેથી ફુલ્લી બિલ્ટનાં વાહનોના નંબર ડીલર કક્ષાએથી જ વાહનોની ફી અને ટેક્સ ભર્યાં બાદ તરત જ ફાળવી દેવામાં આવશે. પહેલાં આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે, જેથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે તેમજ ફુલ્લી બિલ્ટ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો