ખેડૂત આંદોલન 378 દિવસ બાદ સમેટાયું : 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડર ખાલી કરાશે.

સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે.

આખરે ખેડૂત આંદોલનનો અંત આવ્યો છે. 378 દિવસ બાદ કિસાન મોરચાએ ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સંયુક્ત કિસાન મોરચાની ગુરુવારે બપોરે એક મોટી બેઠક મળી હતી, બેઠક બાદ ખેડૂત નેતાએ આંદોલન પુરુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

ખેડૂતો દિલ્હી બોર્ડર 11 ડિસેમ્બર સુધી ખાલી કરી દેશે
ખેડૂતો દિલ્હી બોર્ડર 11 ડિસેમ્બર સુધી ખાલી કરી દેશે. સરકાર તરફથી ગુરુવાર સવારે સત્તાવાર પત્ર મળ્યાં બાદ ગુરુવારે બપોરે ખેડૂતોની બેઠક યોજાઈ જે પછી ખેડૂતોએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે.
15 જાન્યુઆરીએ ફરી બેઠક

ખેડૂત આંદોલનની સત્તાવાર સમાપ્તિની જાહેરાત બાદ ખેડૂતોએ 15 જાન્યુઆરીએ ફરી બેઠક બોલાવી છે.

આ સમાચારને શેર કરો