વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામે ચોરા ઉપર વીજળી પડી.
વાંકાનેર: આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ થી વાંકાનેર શહેર અને તાલુકામાં વરસાદ શરૂ થયો હતો અને તાલુકાના નવા લુણસરીયા ગામમાં ચોરા ઉપર વીજળી પડી હતી.
મળતી માહિતી મુજબ આજે સાંજ ના શરૂ થયેલા વરસાદમાં લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામમાં આવેલ ચોરા ઉપર વીજળી પડી હતી. જેથી ચોરા ઉપર રાખવામાં આવેલુ એક ઈંડુ તૂટીને પડી ગયું હતું અને થોડા ઘણા બાંધકામમાં ડકચા નીકળી ગયા છે. સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.
વીજળી પડ્યાના સમાચાર મળતા જ નવા લુણસરીયા તથા જુના લુણસરીયા માંથી લોકો ચોરા પાસે ઉમટી પડ્યા હતા અને શું થયું? કેટલું નુકસાન થયું ? વિગેરે બાબતો નિહાળી હતી. આ બાબતે લુણસરીયાના સરપંચ જયુભા ઝાલાનો સંપર્ક કરતા તેઓએ પણ વિજય પડયાની ઘટનાને અનુમોદન આપ્યું હતું.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…