વાંકાનેરમાં વધુ એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ

વાંકાનેર મચ્છુ નદીમાં નાહવા ગયેલ એક ૩૫ વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પાસે થી પસાર થતી મચ્છુ નદીમાં નાહવા ગયેલ 35 વર્ષીય યુવક રાજુભાઈ કાંતિભાઈ ડાભી જાતે કોળી રહે આરોગ્ય નગર વાંકાનેર વાળા ઉંડા પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ થયેલ છે. તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત જાહેર થતા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ રાજુભાઈ ડાભી વાંકાનેર શહેરમાં પાણીની સપ્લાય નું કામ કરતા હતા. અને તેઓ વાંકાનેર નગરપાલિકાના મહિલા સદસ્ય જમનાબેન ચંદુભાઇ ડાભીના ભત્રીજા થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં વાંકાનેરમાં નદીમાં ડૂબી જવાનિ ત્રણ ઘટના ઘટી છે. સૌપ્રથમ 5મી તારીખના રોજ રાતીદેવડી ખાતે મહેન્દ્ર સાગઠીયા આસોઇ નદીમાં ડૂબી ગયા હતા,જેમને છેલ્લા બે દિવસથી એનડીઆરએફ ગાંધીનગરની ટીમ શોધી રહી છે આ લખાય છે ત્યાં સુધીમાં મળેલ નથી. જ્યારે મચ્છુ 1 ડેમની નીચવાસમા જેપુર ગામ ની પાસે મચ્છુ નદીમાંથી એક આધેડની ડેડબોડી મળી આવી હતી અને આજે વાંકાનેર મચ્છુ નદીમાં રાજુભાઈ ડાભી ડૂબી જવાથી તેમનું પણ મૃત્યુ થયાનિ વધુ એક ઘટના ઘટી છે.

સાવચેત રહો:- ચોમાસામાં અને તેમાંય હાલ વરસાદ પડી રહ્યો છે તેવા સમયમાં નદી-નાળામાં ઊંડા પાણીમાં નહવા ન જવું અને ખાસ કરીને બાળકોને નદી-નાળામાં એકલા ને નાહવા માટે ન જવા દેવા… કેમકે આવી ગોઝારી ઘટના ગમે તેની સાથે બની શકે છે તેથી સાવચેત રહેવુ.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો