skip to content

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકની ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ….

ત્રણ વિધાનસભા બેઠક પર કુલ ૮.૧૭ લાખ મતદારો મતદાન કરશે ૪.૨૨ લાખ પુરુષ મતદારો સામે સ્ત્રી મતદારોની સંખ્યા ૩.૯૫ લાખ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના ઢોલ ઢબુકવાની તૈયારીમાં છે ત્યારે તંત્ર ચુંટણી તૈયારીમાં લાગી ગયું છે અને મતદાર યાદી સહિતની કામગીરીનો ધમધમાટ હવે પૂર્ણાહિતીના આરે છે જેમાં મોરબી જીલ્લામાં આવતી મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે

જેમાં ૬૫ મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર ૧,૪૮,૬૯૫ પુરુષ મતદારો, ૧,૩૭,૯૮૮ સ્ત્રી મતદારો અને ૦૩ અન્ય મળીને કુલ ૨,૮૬,૬૮૬ મતદારો છે જયારે ૬૬ ટંકારા-પડધરી વિધાનસભા બેઠકમાં ૧,૨૮,૧૩૧ પુરુષ મતદારો અને ૧,૨૧,૩૧૩ સ્ત્રી મતદારો મળીને કુલ ૨,૪૯,૪૪૪ મતદારો છે તેમજ ૬૭ વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠકમાં ૧,૪૫,૨૨૧ પુરુષ મતદારો, ૧,૩૫,૯૮૩ સ્ત્રી મતદારો તેમજ ૦૧ અન્ય મતદાર મળીને કુલ ૨,૮૧,૨૦૫ મતદારો નોંધાયેલા છે અને જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર ૪,૨૨,૦૪૭ પુરુષ મતદારો, ૩,૯૫,૨૮૪ સ્ત્રી મતદારો અને ૦૪ અન્ય મળીને કુલ ૮,૧૭,૩૩૫ મતદારો નોંધાયેલા છે

નવા ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરો

વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચુંટણી સમયે નોંધાયેલા મતદારોની સરખામણીએ ૨૦૨૨ વિધાનસભા ચુંટણીમાં ત્રણેય બેઠકમાં મળીને નવા ૯૨,૨૩૬ મતદારો ઉમેરાયા છે જેમાં મોરબી બેઠકમાં વર્ષ ૨૦૧૭ માં ૨,૫૫,૯૭૧ મતદારોની સામે ૨૦૨૨ વિધાનસભા ચુંટણીમાં ૨,૮૬,૬૮૬ મતદારો, ટંકારા બેઠકમાં વર્ષ ૨૦૧૭ માં ૨,૨૪,૫૨૧ મતદારો હતા જયારે ૨૦૨૨ ચુંટણીમાં ટંકારા બેઠક પરથી ૨,૪૯,૪૪૪ મતદ્રો નોંધાયેલા છે તો વાંકાનેર બેઠકમાં ૨૦૧૭ ચુંટણીમાં ૨,૪૪,૬૦૮ મતદારો હતા જયારે ૨૦૨૨ ચુંટણીમાં ૨,૮૧,૨૦૫ મતદારો છે આમ મોરબી બેઠકમાં ૩૦,૭૧૬ ટંકારા બેઠકમાં ૨૪,૯૨૩ અને વાંકાનેર બેઠકમાં ૩૬,૫૯૭ મળીને ત્રણેય બેઠકમાં કુલ ૯૨,૨૩૬ મતદારોનો ઉમેરો થયો છે

આ સમાચારને શેર કરો