Placeholder canvas

પોલીસ ટ્રેનિંગમાં જઈ રહેલા યુવાનોની બસ પલટી, 40થી વધુ ઘવાયા.

સુરેન્દ્રનગર: આજે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં બસ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે દિયોદર-જૂનાગઢ રૂટની એસ.ટી બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી, આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા લખતર તાલુકાના વણા ગામ નજીક એસટી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવત બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસની કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બસમાં સવાર મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બસમાં સવાર મુસાફરો પૈકી સૌથી વધુ પોલીસની ટ્રેનિંગ માટે જઈ રહેલા યુવક અને યુવતી બસમાં સવાર હતા. આ બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી અને વણા નજીક અકસ્માતનો ભોગ બની હતી.

આ સમાચારને શેર કરો