મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતી દ્વારા દિવંગતોના અસ્થીઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરાશે

વાંકાનેર : વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતી દ્વારા આગામી દિવસોમાં દિવંગતોના અસ્થીઓનુ વિસર્જન કરવામાં આવનાર છે.

વાંકાનેર મચ્છુ કથા મુક્તિ ધામ સેવા સમિતી દ્વારા ‘ફૂલ-અસ્થિ વિસર્જન મોક્ષનગરી હરિદ્વાર’ નામથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોના સ્વજનો કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ હોય કે પછી કોઇપણ સદગત વ્યકિતના અસ્થિઓનું વિસર્જન હરીદ્વાર ખાતે ગંગા નદીમાં વિધી વિધાન સાથે કરી આપવા આવશે.

આપના સ્વજનો કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ હોય કે પછી કોઇપણ સદગત વ્યકિતના અસ્થિઓનું વિસર્જન કરાવવા માટે આવતીકાલ તા. 8 સુધીમાં સ્વયં સેવકો અસ્તિક ઉપાધ્યાય 96870 69181, અર્જુનગિરી ગોસ્વામી 89998 55155 અથવા આશિષ પરમાર 82003 18079નો સંપર્ક કરવા મોરબી તથા રાજકોટ જિલ્લાના લોકોને યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો