Placeholder canvas

રાજકોટ: એજાઝ અને નિખિલ દોંગા ગેંગને જેલમાં જલસા કરાવનાર જેલર સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો પ્રયાસ સહિતના 13થી વધુ ગુનાને અંજામ આપનાર નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપી એજાઝ ખિયાણી અને તેની ટોળકીના 10 સભ્યો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એજાઝ સિવાયના તમામ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આજે પોલીસે મુખ્ય સુત્રધાર એજાઝને ઝડપી પાડ્યો છે. બીજી તરફ નિખીલ દોંગાની ટોળકી સામે થયેલા ગુજસીટોક મામલે પોલીસે ગોંડલના જેલર ડી.કે.પરમાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.

ગોંડલ જેલર સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
ગોંડલમાં નિખિલ દોંગાની ટોળકી સામે થયેલા ગુજસીટોક મામલે જિલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જેલર ડી.કે.પરમાર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબજેલના જેલર ડી. કે. પરમાર દ્વારા કેદીઓ પાસેથી આર્થિક લાભ મેળવી જેલને જલસા જેલ બનાવી આપવામાં આવી હોય નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોક દાખલ થયા બાદ જેલરનું નામ પણ ખુલતા વધુ રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાયો હતો. જેથી કોર્ટે પહેલી જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

જેલર જેલની અંદર કેદીઓને ખાણીપીણી પુરી પાડતો હતો
બે માસ પહેલા ગોંડલની સબજેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની જડતી સ્કોડે દરોડા પાડયા હતા. ત્યારે નિખિલ દોંગા સાથે અન્ય બહારના 8થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં કુંડાળુ વળી ખાણીપીણીની મોજ માણી રહ્યાનું બહાર આવ્યું હતું. ત્યારથી જેલર પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગવાના શરૂ થયા હતા. તેમજ કેદીઓને જેલની અંદર મોબાઈલ પૂરા પાડવા, ખાણીપીણીની વસ્તુઓ પુરી પાડવામાં મદદગારી કરતો હતો.

આ સમાચારને શેર કરો