Placeholder canvas

આવતીકાલથી તરણેતરના પ્રાચીન મેળાનો પ્રારંભ…

થાન: બે વર્ષ બાદ કાલથી તરણેતરનો ભાતીગળ મેળો શરૂ થવા જઈ રહ્યો છે તેવા સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્ય ઉપરાંત દેશ વિદેશથી ભાતીગળ લોકમેળામાં પર્યટકો આવતા હોય છે તેવા સંજોગોમાં કોરોનાના કપરા બે વર્ષ નીકળ્યા બાદ કાલથી ફરી એક વખત કોરોના ને ભૂલી અને ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત તરણેતરનો મેળો કાલથી શરૂ થઈ રહ્યો છે તેવા સંજોગોમાં મંત્રીઓ રાજ્યકીય આગેવાનો સંતો મહંતો સહિતના મહાનુભાવો લોકમેળામાં ઉપસ્થિત રહેવાના છે

તેવા સંજોગોમાં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે બે વર્ષ બાદ તરણેતરનો મેળો યોજાવવા જઈ રહ્યો છે ત્યારે લોકોમાં પણ થનગનાટ વ્યાપી જવા પામ્યો છે તેવા સંજોગોમાં ઝાલાવાડી સંસ્કૃતિને વિશ્વની ટોચ સુધી પહોંચાડનાર આ મેળો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે પર્યટકો પણ દેશ વિદેશથી આવતા હોય છે અલગ અલગ ઓલમ્પિકોનું પણ આયોજન ચાલુ વર્ષે લોકમેળામાં કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

બીજી તરફ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિને ધ્યાને લઈ અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બોડીવોર્નના કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તરણેતરના મેળામાં ગોઠવી દેવામાં આવ્યું છે ત્યારે ચાર દિવસ માટે ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી પણ આ લોકમેળામાં પધારવાના છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઉલ્લેખની આજે કે લોકોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે કારણ કે મેળો બે વર્ષ બાદ તરણેતર ખાતે ઉજવવા જઈ રહ્યો છે.

આ ઉપરાંત તરણેતર મેળામાં ગુજરાત તથા ભારતના અન્ય રાજયના માણસો અને વિદેશીઓ મળીને લાખોની સંખ્યામાં જનમેદની મેળો માણવા આવતી હોય છે. તેમજ રાજયના મુખ્યમંત્રી તથા બીજા સુરક્ષા કેટેગરી ધરાવતા મહાનુભાવો પધારનાર હોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી તરણેતર મેળાના સમગ્ર વિસ્તારને “નો ડ્રોન ઝોન જાહેર કરવા ફરમાવવામાં આવ્યો છે.

આ જહેનામામાં જણાવ્યા પ્રમાણે થાનગઢ-ચોટીલા રોડ ઉપર ઓકટ્રોય નાકાથી શરૂ કરી અંબિકા ટીમ્બરથી વાસુકી પોટરીથી નગરપાલિકા, આઝાદ ચોક, રેલવે ફાટક, જોગાશ્રમ, કાનભાઇ જલુના મકાન (તરણેતર જવાના ત્રણ રસ્તા) સુધી,થાન-વગડીયા રોડ ચાર રસ્તાથી પરશુરામ પોટરી,આંબેડકર ચોક(અંદરની ફાટક)સુધીનાં રસ્તા પર તેમજ થાન-વગડીયા રોડ ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન તરફ થઇને આંબેડકર ચોક સુધીના રસ્તા પર ચાર વ્હીલ તથા ચાર વ્હીલથી વધારે વ્હીલવાળા ભારે વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

લોકમેળા દરમ્યાન મંદિરની જગ્યામાં આવેલ કુંડમાં સ્નાન કરવા માટે તથા ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરવા માટે બહોળી જનમેદની એકત્રીત થતી હોય તેથી પુરૂષોને ફક્ત દક્ષિણ તરફનાં દ્વારથી અને સ્ત્રીઓ ઉતર તરફના દ્રારથી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. તરણેતર મેળામાં આવવા માટે ચોટીલાથી ઓકટ્રોય નાકા થઇ હાઇસ્કુલના ખુણા પાસે થઇ તરણેતર જવાના કાયમી રોડ ઉપર જવાનું રહેશે. ધ્રાંગધ્રા, સરા, હળવદ તરફથી તરણેતર આવવા માટે તરણેતર પહેલા ધ્રાંગધ્રાના બનાવેલ બસ સ્ટેન્ડ સુધી જ આવવાનું રહેશે ત્યાથી આગળ આવવાનું રહેશે નહી.

આ સમાચારને શેર કરો