Placeholder canvas

‘આપ’ ગુજરાતે સંગઠનની ચોથી યાદી જાહેર કરી: મોરબી જિલ્લામાંથી કોને સ્થાન મળ્યું? જાણો

ગુજરાતમાં જ્યારે આવનારી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસે ને દિવસે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાયા રહ્યા છે ત્યારે મોરબીના યુવા નેતા પંકજભાઈ રાણસરિયાની વાત કરીએ તો ખુબજ બહોળું વ્યાપારિક ગ્રુપ અને દરેક વર્ગ સાથે જોડાયેલા એવા બાહોશ નેતા પંકજભાઈ રાણસરિયાને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ લોકસભાના વાઈસ પ્રેસિડેન્ડની જવાબદારી આપવામાં આવી છે.
યુવા નેતા પંકજભાઈ રાણસરિયા ને કચ્છ લોકસભા ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ દેખાયો અને પંકજભાઈ રાણસરિયા ને ઠેર ઠેર થી શુભેચ્છા ઓ વરસાવી રહ્યા છે.

તદઉપરાંત મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ આજની યાદીમાં મોરબી જિલ્લા સહ મંત્રી તરીકે મોતીભાઈ પરાડીયા, વિધાનસભા સંગઠન સહ મંત્રી તરીકે અજયભાઈ કક્કડ, કલ્પેશ લિખિયા, રાજેશ ક્લારિયા વિધાનસભા વીસીબલટી કોરડીનેટર તરીકે વિશાલ દવે, ઓ.બી.સી.વિંગ માં જિલ્લા સહ મંત્રી તરીકે નવઘનભાઈ સરલા,

માયનોરેટી સેલ ઉપપ્રમુખ તરીકે જુસબ ચાનીયા, હનીફભાઈ સંડવાની, ઇસ્માઇલ કાલિવર,માયનોરટી સહ મંત્રી તરીકે નસીમ અન્સારી, આયુબ બાદી, રિયાઝ ચૌધરી, કિસાન વિંગ સહ મંત્રી તરીકે ભરતભાઈ પટેલ તેમજ સોસીયલ મીડિયા માં અમિત સાણદિયાનું નામ જાહેર થયેલ છે જે બદલ તમામ આપના હોદ્દેદારોને જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.

આ સમાચારને શેર કરો