Placeholder canvas

સામાન્ય અરજદને સરકારી કચેરીનો એકજ પેટન જવાબ કે હોનારતમા રેકર્ડ તણાઈ ગયું છે.

દૈનિક હજારો અરજદાર કાગળ મેળવવા કચેરીમાં ધર્મના ધખ્ખા ખાતા નજરે પડે છે. સિસ્ટમમાં સુધારો ક્યારે?

પ્રવીણ પરમારને મહેશ ગોપાણીને પૌસા આપી પંચરોજકામ લેવાની કેમ ફરજ પડી એ મુળ મુદે સમાધાન ક્યારે? સામાન્ય લોકોને કચેરીમાં બેઠેલા કર્મચારી ઉડાવ અને અવ્યાજબી જવાબ આપી અરજદારને વચેટીયા પાસે જવા મજબૂર કરે છે. મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગનો સૌથી પ્રિય પેટન જવાબ કે હોનારત મા બધુ તણાઈ ગયું છે. આ કેસ મા પણ આ કેસેટ વાગી હતી. અરજદારે કરેલી અરજીનો જવાબ સુધા પણ મળતો નથી પહેલા વહીવટ પછી કામ! આજ સુત્ર સાથે દિવસ ને રાત કામ થતું હોવાનું જગ જાહેર છે તો પછી નેતાથી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ કેમ ચુપ? શું ભાગબટાઈ છેક ઉપર સુધી પહોચે છે? અનેક ગંભીર આક્ષેપો સાથે આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો.

વાત જાણે એમ છે કે ટંકારા તાલુકાના જબલપુરના ખેડૂતને એના ખેતીના એક કાગળ માટે એક લાખ આપવા પડ્યા એ મુદે વિડીયો ઓડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા વચેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પરંતુ સૌ મણનો સવાલ તો અહી એ ઊભો થયો છે કે અરજદારે વચેટીયાનો સંપર્ક શા માટે કરી પૈસા આપવા પડ્યા? ગત માર્ચના આખરમા પમીબેન પરમારે એના પંચરોજકામની નકલ માટે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મોરબીને લેખિત અરજી કરી હતી અને ઈન્વડ વેળાએ જ કરમટ અને પ્રજા વત્સલ કચેરીના કર્મચારીએ પોતાના પાસે રહેલો સૌથી ખતરનાક જવાબ કે આ કાગળ અહી નહી મળે બધુ તણાઈ ગયું છે! મોઢા મોઢ જણાવી દીધો. વાત એટલેથી અટકતી નવાઇ તો એ છે કે માર્ચ મા કરેલ અરજી નો મે મહિનામાં પણ જવાબ મળ્યો નથી. હવે આ વચેટીયા સુધી પહોંચવામાં મુખ્ય ભુમિકા કોની? અને આ અટકાવવા શું કરવુ પડે અને તંત્ર અને વાતોના વડા કરતા કહેવાતા નેતાઓ અને સંકલન સમિતિના બિન રાજકીય લોકો એ શું કર્યુ છે જેથી આ સમસ્યા માથી સામાન્ય ગરીબ અને કોઈની લાગવગ વિના બંધારણીય અધિકાર મુજબ એનો હક્ક અને હિસ્સો મેળવી શકે.

હાલે તો મોરબી જિલ્લાની તથા તાલુકા મથકની કચેરીઓમાં વચેટીયાઓ ટંકારા ધટના ને પગલે સમર વેકેશન મા વહી ગયા છે. પરંતુ એ ખુલ્લે આમ કહી રહા છે કે અમારા વિના અરજદારનો ઉધાર નથી અને વાત પણ વહેવારીક કરે છે જ્યા સુધી વહીવટી તંત્ર વહેવારીક નહી થાય ત્યા સુધી વચેટીયા નો કારોબાર બેરોકટોક ચાલતો રહશે.

આ સમાચારને શેર કરો