વાંકાનેર: માંધાતા તળપદા કોળી સમાજના 11 માં સમૂહ લગ્ન ૧૧ માર્ચે યોજાશે.
દર વર્ષે યોજાતા માંધાતા તલપદા કોળી સમાજ ના સમૂહ લગ્નમાં આવર્ષે 60 નાવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે….
વાંકાનેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ તળપદા કોળી સમાજના સમુહ લગ્નનું આયોજન આગામી તારીખ 11 મી માર્ચના રોજ ઠીકરીયાળી બાઉન્ડ્રી પાસે થનાર છે.
શ્રી માંધાતા તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સમિતી વાંકાનેર દ્વારા 11 મા સમૂહલગ્નનું આયોજન આગામી તારીખ ૧૧મી માર્ચ ના રોજ ઠીકરીયાળી બાઉન્ડ્રી પાસે સ્વ રામજીભાઈ ધોરીયાની વાડીમાં થનાર છે. આ 11 માં સમૂહ લગ્નમાં તળપદા કોળી સમાજના 60 યુગલો પ્રભુતામાં પગલા માંડશે.
આ સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક દીકરીને એક સરખો કરિયાવર આપવામાં આવે છે. તેમજ સવારે નાસ્તો અને બપોરે આશરે 25,000 માણસોના જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ સમૂહ લગ્નનો ખર્ચો મોટાભાગે તળપદા કોળી સમાજના દાતાઓ તરફથી ઉપાડવામાં આવે છે. આ સમૂહ લગ્ન સમિતિ છેલ્લા ૧૧ વર્ષથી વાંકાનેર ખાતે તળપદા કોળી સમાજના સમુહ લગ્નનું સફળ આયોજન કરી રહી છે.
શ્રી માંધાતા તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સમિતી દ્વારા આ 11 માં સમૂહ લગ્નનું આયોજન છે અને અત્યાર સુધીમાં 11 સમૂહ લગ્ન માં કુલ ૮૫૦ યુગલોએ આ સમૂહ લગ્નમાં લગ્ન કરીને પ્રભુતામાં પગલાં માંડ્યા છે. આ 11 માં સમૂહ લગ્નમાં તળપદા કોળી સમાજના આગેવાનો અને દાતાઓ હાજી આપશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…