Placeholder canvas

હવામાન વિભાગની આગાહી: આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે કેટલીક જગ્યાએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ રાજ્યમાં મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામન વિભાગે આગાહી કરી છે તે અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 16 માર્ચથી તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે.રાજ્યના 9 શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તારીખ 17 અને 18 માર્ચે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 18 થી 24 માર્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

આજથી ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની છે. આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિત રાજ્યના ભાગોમાં હવે બપોરના સમયે આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ આગામી પાંચ દિવસના હવામાનની આગાહીમાં વ્યક્ત કરી છે.

ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, વરસાદ થવાની સંભાવનાઓ નથી. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બન્ને દરિયાકાંઠે પવનો ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરના ફૂંકાવાની શક્યતાઓ છે. જેની ગતિ 10-15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. તાપમાન વધવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો