Placeholder canvas

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને ભૂતકાળમાં જિલ્લા પંચાયતના કારીબારી ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન લાંચ માંગ્યાના આરોપમાં વિકાસ કમિશનરે તેમને હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવ આવી ગયો છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા આ પુર્વેનિ ટર્મમાં કારોબારી સમિતિના ચેરમેન હતા. તે વખતે લાંચ માંગ્યાની ફરિયાદ થયા બાદ એસીબીએ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ લાંચ કેસના કારણે વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.

મોરબી જિલ્લાના રાજકારણમા ભારે ગરમાવો લાવનાર આ ઘટનાની મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આ લાંચ કેસમાં આગોતરા જામીન મેળવી લીધા હતા. ત્યારે વિકાસ કમિશનરે આ લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો લેખિતમાં આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

હાલ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો ઉપપ્રમુખ ગુલામ અમી પરાસરાને ચાર્જ સોંપવામાં આવશે છે. અમોએ ગુલામ અલી પરાસરાનો સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે, વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો લેખિતમાં આદેશ આપ્યો છે. આ મામલાને ઉપલી કોર્ટમાં પડકારવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો