લોક્ડાઉન્માન પણ… રાજકોટમાં પેલેસ રોડ પરથી કામે જઇ રહેલી મહિલાની છેડતી

રાજકોટનાં પેલેસ રોડ પર આવેલા ગોકુલ એપાર્ટમેનટ પાસેથી પસાર થઇ પ્રહલાદ પ્લોટ ઘરકામ માટે જઇ રહેલી મહિલાનો પીછો કરી વિકૃત શખ્સે પેન્ટ કાઢી અશ્લીલ હરકતો કરતાં મહિલાએ દેકારો કરી મુકતા ટોળુ એકત્ર થયું હતું અને પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતાં પીસીઆર વાને ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો અને પોલીસ મથકે લઇ જઇ મહિલાની ફરિયાદ પરની ગુનો નોંઘ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ભવાનીનગરમાં રહેતી એક મહિલાએ આરોપી સંજય ભગા ઓડ (રહે.જૂની જેલની સામે) પીછો કરી છેડતી અંગેની ફરિયાદ નોંધી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજરોજ સવારનાં સમયે પ્રહલાદ પ્લોટમાં ઘરકામ માટે જવાનું હોય જેથી પગપાળા કામ કર પર જતી હતી ત્યારે પેલેસ રોડ ગોકુલ એપાર્ટમેન્ટ પાસે આરોપી સંજય ભગા ઓડ પીછો કર્યો હતો. જેથી હું ડરી ગઇ હતી અને બાદમાં આ સંજયે તેનું પેન્ટ ઉતારી અશ્ર્લીલ હરકતો કરતાં ત્યાં દેકારો કરતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

પીસીઆર વાને ઘટના સ્થળે પહોંચી આરોપીને દબોચી પોલીસ મથકે લઇ જવાયો હતો અને મહિલાની ફરિયાદ પરથી આરોપી સંજય સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઇ રંગપડીયા અને રાઇટર જયપાલસિંહ સરવૈયાએ વધુ તપાસ આદરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો