ખળભળાટ: ડો.પ્રણવ પંડયા પર જાતિ સતામણીની ફરીયાદ
ગાયત્રી પરિવાર તથા શાંતિકુંજ આશ્રમ હરિદ્વારના પ્રમુખ ડો.પ્રણવ પંડયા પર છતીસગઢની એક યુવતીએ સતામણીનો આરોપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો છે. તા.5 મીના મંગળવારે દિલ્હીમાં ફરીયાદ નોંધાઈ છે. આ મામલામા તેના વિરૂધ્ધ દિલ્હીમાં રેપની ઝીરો એક એફઆઈઆર દર્જ થઈ છે. આ મામલામાં તેમની પત્નીને પણસામેલકરાઈ છે. શાંતિકુંજ આશ્રમ હરિદ્વારના પ્રમુખ ડો.પ્રણવ પંડયા પર સતામણીની ઝીરો એક એફઆઈઆર દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશનમા દર્જ કરવામા આવી છે. તેમની પત્નીનુ નામ પણ નોંધવામા આવેલ છે.
દિલ્હીમાં નોંધાયેલી ફરીયાદ વિષે ડો.પ્રણવ પંડયાનુ કહેવુ છે કે આ તેમના વિરૂધ્ધ એક ષડયંત્ર છે. તેમણે જણાવ્યુ છે કે જે વ્યકિતએ આ ફરીયાદ કરી છે તે તેમના અનુસાર શાંતિકુંજમા રહે છે અને પોતાની પત્નીને પણ તેના વિરૂધ્ધ ઉપયોગ કરી બ્લેકમેલ કરતો રહે છે. તેમણે કહ્યું કે તે 17 મેના લોકડાઉન સમાપ્ત થયા બાદ તે વ્યકિતને શાંતિકુંજથી બહાર કાઢી મુકાશે. તેમનુ કહેવુ છે કે લોકડાઉન દરમ્યાન તેને કાઢી મૂકવો ઉચિત નથી. તેમણે જણાવ્યુ કે પોતે કાનૂની ઢંગથી પુરી લડાઈ લડશે.
ઉપરોકત ફરીયાદ પાંચમી મેના દિલ્હીના વિવેક વિહાર પોલીસ થાનામાં થઈ છે. છતીસગઢની પીડીતા યુવતી હાલ દિલ્હીમા રહે છે. ફરીયાદમા જણાવાયુ છે કે 2010માં શાંતિકુંજના રસોડામાં કામ કરતી હતી અને 2014 સુધી મારા પર સતામણી થતી રહી છે. પીડીતાએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. ડો.પ્રણવ પંડયાએ જણાવ્યુ કે ફરીયાદના આક્ષેપો પાયાવિહોણા છે. આ એક કાવતરૂ રચાયાનો અણસાર જોવા મળે છે. યોગ્ય સમયે આક્ષેપો ખોટા પુરવાર કરીશું.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…