skip to content

ટંકારા: ઉગમણા નાકે અચાનક પ્રવેશદ્વાર થયુ ધરાશયી…

ટંકારા : ટંકારા શહેરના ઉગમણા નાકે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર આજે અચાનક તૂટી પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરના ઉગમણા નાકે આવેલ પ્રવેશ દ્વાર આજે બપોરના સમયે અચાનક જ તૂટી પડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદભાગ્યે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

સ્નેહીજનો ના સંભારણા રૂપે એક વર્ષ પહેલા જ આ પ્રવેશ દ્વાર પ્રગતિ ગુપ ટંકારા દ્વારા પ્રાઈવેટ બનાવ્યો હતો. આ ઘટના ઘટતા ટંકારા પોલીસ, પંચાયત હોદેદારો અધિકારીઓ અને સામાજિક કાર્યકર દોડી આવ્યા હતા.

જુવો વિડીયો…
આ સમાચારને શેર કરો