Placeholder canvas

ટંકારા તાલુકા ભાજપના યુવા મોરચામાં મયુરભાઈ ફેફર અને મહિલા મોરચામાં ભાવનાબેન કૈલાની પ્રમુખ પદે નિમણુંક

by – જયેશ ભટાસણા, ટંકારા
ટંકારા : મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની સુચના અને સાંસદ મોહનભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા દ્વારા ટંકારા તાલુકા ભાજપના યુવા મોરચા અને મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં ટંકારા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે મયુરભાઈ ફેફર, મહામંત્રી પદે હસમુખલાલ દુબરીયા અને ઘેલાભાઈ ફાંગલીયાની વરણી કરવામાં આવી છે. જ્યારે તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે ભાવનાબેન કૈલા, મહામંત્રી પદે જયશ્રીબેન સીણોજિયા અને ઉપપ્રમુખ પદે પુષ્પાબેન પીલોતપરાને નીમવામાં આવ્યા છે. નવનિયુક્ત તમામ હોદેદારોને રૂપસિંહ ઝાલાએ શુભેચ્છા પાઠવી હતી

આ સમાચારને શેર કરો