skip to content

ટંકારા: સૌરાષ્ટ્ર જોનની ઈમર્જન્સી 108ની ટીમો વચ્ચે કિર્કેટ મેચ રમી નવા વર્ષની ઉજવણી કરાય

ટંકારા ખાતે સૌરાષ્ટ્ર જોનની ઈમર્જન્સી 108 ની ટીમો વચ્ચે કિર્કેટ મેચ યોજી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ રૂરલ રાજકોટ સિટી જામનગર, જામનગર ગ્રામ્ય મોરબી સહીતના જીલ્લાના પાઈલોટ મેદાને ઉતર્યા હતા મેચના અંતે જાણકારી મળતાજ જરૂરીયાતમંદ સુધી ઝડપથી પહોંચવાના શપથ લીધા હતા અને અંતે બધાએ રાષ્ટ્રીય ગાન ગાઈને સમુહમા ભોજન કર્યુ હતું.

108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારીયાની આગેવાની હેઠળ રાજકોટ રૂરલના ઈ. એમ ઈ વિરલ ભટ્ટ રાજકોટ સિટીના શ્રેયાન્સ ગઢીયા મોરબીના ભોલા સૌલંકી જામનગરના જયદેવ જાડેજાની ટીમ આજે ટંકારા ખાતે નવા વર્ષની ઉજવણી કરી આવનાર વર્ષમાં વધુ ને વધુ જીદંગી ને બચાવવાના ઉમદા હેતુથી ક્રિકેટ મેચ નુ આયોજન કર્યું હતું,જેમા જામનગર ની ટીમ વિજેતા બની હતી.

કાર્યક્રમ ના અંતે બધા પાઈલોટ એ ઈમર્જન્સી વખતે ઈમાનદારીથી લોકો માટે કામ કરવાના શપથ લીધા હતા ટંકારાની ટીમના સલિમ ભુંગર, ડો. વલ્લભભાઈ લાઠીયા, ઈકબાલભાઈ, કેતનસિહ જાડેજા, છેલ્લુભાઈ સહીતના એ ભારે જહેમત ઉઠાવી હતી.

મેચ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://m.facebook.com/story.php?story_fbid=847268792379813&id=319052715201426

આ સમાચારને શેર કરો