Placeholder canvas

વાંકાનેર: જુના ગારીયા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે સ્પોર્ટ ડે કમ પિકનિકનું આયોજન કરાયું.

વાંકાનેર તાલુકાના ગારીયા ગામની જુના ગારીયા પ્રાથમિક શાળામાં આચાર્ય ધીરજભાઈ ભરવાડ તેમજ પરમાર હેમાલીબેન, વાણીયા દિપીકાબેન, મકમાણા ઉજ્જૈનકૃષ્ણ, પરમાર હરવિજયસિંહ તેમજ દરેક શિક્ષક ગણના સહયોગથી એક દિવસ માટે ગામની બાજુમાં આવેલ સરસ મજાનું કુદરતી રમણીય સ્થળ રામાપીરના મંદિરે ખાતે બાળકો માટે નાની એવી પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં વિદ્યાર્થીઓ માટે જુદી જુદી રમતો જવી કે લીંબુ ચમચી, ત્રિપગી દોડ, કોથડા દોડ, સ્લો સાઇકલ, ચાંદલા ચોટાડવાની સ્પર્ધા, લોટ ફુકણી, રિવર્સ દોડ અને ક્રિકેટ જેવી રમત-ગમત ઉત્સવ નું આયોજન કરાયું હતું. સાથે દરેક વિદ્યાર્થીઓને બપોરે સમુહમાં જમવા માટેનું સરસ આયોજન કરવામાં આવેલ ત્યારબાદ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન રૂપે ઈનામો આપવામાં આવ્યા હતા.

આ પિકનિકમાં સ્કૂલના દરેક વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો અને ખૂબ રમતો રમ્યા મોજ મસ્તી કરી અને સ્કુલ સિવાયનું અલગ વાતાવરણમાં આ બાળકોનું બાળપણ ખીલી ઉઠ્યું હતું. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે તેમજ કંઈક અલગ કરવા અને વાતાવરણ આપવા માટે શિક્ષકોએ આ એક પ્રયાસ કર્યો હતો. જે અભિનંદનને પાત્ર છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો