ટંકારાના નેકનામ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા રાજકોટના 12 શખ્સ ઝબ્બે
મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં લેાકડાઉનની જરા પણ અસર ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છાશવારે મોટી માત્રામાં દારૂના જથ્થા તેમજ ભારે મોટી રકમના જુગારધામ પકડાયા છે. માળીયાના વવાણીયા ગામે ગામના સરપંચ સહિતના સાત લોકો જુગાર રમતા મળી આવતાં તમામની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટંકારામાં એલસીબીના સ્ટાફે કરેલી આ રેડમાં છેક રાજકોટથી જુગાર રમવા આવેલા બાર જુગારીએાની રોકડા, કાર તથા મોબાઇલ મળીને 4.14 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.
જીલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાને દારૂ-જુગારની બદી નાબુદ કરવા કડક સુચના આપતા એલસીબી સતર્ક હતી તેવામાં સ્ટાફના જયવંતસિંહ ગોહિલ તથા ભરતભાઇ મીયાત્રાને ખાનગીરાહે હકિકત મળી હતી કે રવિન્દ્રભાઇ ઉર્ફે રવી વીરજીભાઇ આહીર રહે. રાજકોટ વાળો ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં પોતાના કબજા વાળી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તીનપતીનેા જુગાર રમી-રમાડીને જુગારનો અખાડો ચલાવે છે તેથી તેની વાડીની ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરવામાં આવતા કુલ બાર ઇસમો જુગાર રમતા મળી આવતા બારેયને રોકડા રૂપીયા 1,55,500 તથા મોબાઇલ ફોન અને ગાડી(કાર) સહીત કુલ રૂપીયા 4,14,000 ના મુદામાલ સાથે પકડી પાડીને તમામ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો નેાંધાવાયેા હતો.
હાલમાં રવિન્દ્રભાઇ ઉર્ફે રવીભાઇ વીરજીભાઇ ચાવડા, કિશોરભાઇ ઠાકરશીભાઇ જાદવ, ઇમ્તીયાઝભાઇ સીદીકભાઇ પટણી, લાલાભાઇ ભગાભાઇ ધોળકીયા, લાલજીભાઇ રામાભાઇ સાટીયા, કલ્પેશભાઇ ભાનુભાઈ રાવલ, દિપકભાઇ મગનભાઇ વેકરીયા, અનીમેશભાઇ વીરજીભાઇ ચાવડા, હાર્દિકભાઇ ઇન્દ્રવદનભાઇ સચદેવ, અતુલભાઇ રસીકભાઇ વાજાર, વિશાલભાઇ પ્રભાતભાઇ ચાવડા અને પરેશભાઇ મહેન્દ્રભાઇ ધીણોજા રહે.બધા રાજકોટ સામે ટંકારા પેાલીસમાં ગુનેા નેાંધાયેલ છે.