Placeholder canvas

ટંકારા: મહિલા પીએસઆઇને ટોપી-પટો ઉતરાવી નાંખવાની ધમકી..!

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ કોરોના મહામારીમાં સોશિયલ ડીસ્ટંન્ટ જાળવવાનું જાહેરનામું હોય તેના પાલન માટે તેઓ રાઉન્ડમાં હતા તે દરમિયાન પાનનો ગલ્લો ખુલ્લાે હોય અને ત્યાં વધુ લોકો એકત્ર થયા હોય તેઓને સૂચના દેતા મહિલા પીએસઆઇ સાથે અણછાજતેા વાણીવિલાસ કરીને ટેાપી-પટ્ટા ઉતરાવી નાંખવાની પાંચ લોકો દ્વારા ધમકી આપવામાં આવતા ગુનો નોંધવામાં આવેલ છે.

ટંકારાના મહિલા પીએસઆઇ એલ.બી.બગડા તથા સ્ટાફ ગઇકાલના ટંકારાના ઉગમણા નાકા પાસે રાઉન્ડમાં હતો ત્યાં પ્રકાશ કરસનભાઈ સોલંકી નામના યુવાનની પાનની દુકાન આવેલી હોય અને ત્યાં પાનની દુકાને વધુ માણસેા ભેગા થયેલા હોય તેવો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના પાલન માટે તેએાએ સૂચના આપી હતી તે દરમિયાન ત્યાં અન્ય લોકો એટલે કે કિશોર કરસન સોલંકી, હીનાબેન કિશોરભાઈ સોલંકી, નિતાબેન કિશોરભાઈ સોલંકી અને અરવિંદ કરસનભાઈ સોલંકી એકત્ર થઇ ગયા હતા અને સરકારી અધિકારીની ફરજમાં રૂકાવટ કરીને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને સ્થળ ઉપરથી પ્રકાશ સોલંકીને ભગાડી દીધા બાદ પીએસઆઇને ટેાપી-પટ્ટા ઉતરાવી દેવાની અને તમે કેમ ખુરશી પર બેસો છો..? તે જેાઇ લેવાની ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને પીએસઆઇ બગડાએ હાલ ઉપરોક્ત પાંચેય વિરુદ્ધ ફરજમાં રૂકાવટ જાહેરનામાભંગ તથા મદદગારી અન્વયે ગુનો નોંધાયેલ છે જેની તપાસ નારણભાઈ રાઠોડ ચલાવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ટંકારાના એક ગામડામાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પાર્ટી ઉપર પણ હુમલો કરીને ફરજ ઉપર રૂકાવટ કરવામાં આવી હતી આમ જિલ્લામાં પોલીસ એસેાર્ટના બનાવો વધી રહ્યા છે જે ખરેખર ચિંતાનો વિષય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો