આવતી કાલે મોરબી મચ્છુ જળ હોનારતની 41મી વરસી
મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અપર્ણ કરવા નિકળતી મૌન રેલી રદ મણીમંદિર પાસેઆવેલ મચ્છુ જળ હોનરત સ્મૃતિ સ્થંભે નાગરિકો માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવીને પુષ્પજંલી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે..
આવતી કાલે મોરબી મચ્છુ જળ હોનારતની 41મી વરસી છે, 11 ઓગસ્ટ 1979 નો કાળો દિવસ મોરબીવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે આ દિવસે મચ્છુ જળ હોનારતની ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુના પૂરે મોરબીમાં તબાહીનું તાંડવ કર્યું હતું. મચ્છુ પુરની ગોઝારી દુર્ઘટનામાં હજારો લોકો અને પશુઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
ત્યારે મોરબીવાસીઓની કાળજું કંપાવનારી મચ્છુ જળ હોનારતની આગામી 11 ઓગસ્ટ, મંગળવારે 41મી વરસી છે. જોકે દર વર્ષે મચ્છુ જળ હોનારતના મૃતાત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે હોનારતની વરસીએ મોરબી નગરપાલિકા દ્વારા મૌનરેલીનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા આ મૌન રેલી રદ કરવામાં આવી છે અને તા.11 ને મંગળવારે મચ્છુ હોનરતની વરસીએ મણીમંદિરમાં આવેલ મચ્છુ જળ હોનારતના દિવગતોના સ્મૃતિ સ્તંભને દરેક નાગરિકો માસ્ક પહેરી અને સોશ્યલ ડિસ્ટન્સ જણાવીને પુષ્પજંલી ,શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે તેમ નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની યાદીમાં જણાવાયું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…