ટંકારા: માસુમ બાળકીને ત્યજી દેનારા કુવારી માતાની સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો ઉમેરાયો

By Jayesh Bhatasna -Tankara

ટંકારા: નેકનામ ગામે વોકળામાંથી થોડા દિવસો પહેલા એક તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવામાં આવી હતી અને તે બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. દરમ્યાન કુવારી યુવતી માતા બની હોવાથી તેને બાળકીની ત્યજી દીધી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવામાં માસુમ બાળકીને મારવા મારે તરછોડી દેનાર કુવારી માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો ઉમેરવા માટે ટંકારાના મહિલા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી જેથી કરીને કોર્ટે તે મંજૂરી આપી દીધી છે.

ટંકારાના નેકનામ ગામે થોડા દિવસો પહેલા એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થવાના કેસની ટંકારા પોલીસે સઘન તપાસ ચલાવી હતી.જેમાં ટંકારા પોલીસે આ અંગે અજાણી માતા સામે ૩૧૭ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને બાદમાં કુવારી માતા બનેલી યુવતીને ટંકારા પોલીસે ઝડપી લીધી હતી.અને માસુમ બાળકીને ત્યજી દેનાર માતાની ધરપકડ બાદ તેની સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા ટંકારા પોલીસે કોર્ટની પરવાનગી માંગી હતી. અને કોર્ટે સરકારી વકીલ પી.એસ.જોષીની ધારદાર દલીલોને ધ્યાને રાખીને કલમ ઉમેરવાને મંજૂરી આપી દીધી છે જેથી કરીને હાલમાં તપાસ અધિકારીએ નિષ્ઠુર માતા સામે ૩૦૪ની કલમ ઉમેરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો