ટંકારા: છતર ગામે પવનચક્કિના થાંભલા બાબતે થઈ બબાલ: મામલતદારે આપ્યો તાત્કાલિક ન્યાય
ભાજપના મહામંત્રી રૂપસિહની મધ્યસ્થી ટંકારા મામલતદાર પંડયા એ છતરના પવન ચકીના થાંભલા પ્રશ્ને તાત્કાલિક ન્યાય અરજદાર દ્વારા વેદનાને રજુ કરી અને કલાકમા નિકાલ 100 જેટલા અરજદારો એ અધિકારીનો જયજયકાર કર્યો
ટંકારાના છતર ગામે 100 વારના પ્લોટ પાસે થી પવનચક્કિની હેવી લાઈન પસાર થતી હોય આજે કોન્ટ્રાક્ટરો એ પોલીસ બંદોબસ્ત સાથે કામ ચાલુ કરતા દેવીપુજક સમાજના રહીશો એ કલેકટર કચેરી અને મામલતદારને આવેદન સાથે અર્જ કરતા આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક તંત્ર દોડતું થઇ લાઈનને દુર કરવા આદેશ કર્યો હતો.
ભાજપ ના તાલુકા સંગઠનના મહામંત્રી રૂપસિહ ઝાલાની મધ્યસ્થી મામલતદાર પંડયાએ દેવી પુજક સમાજને કલાકમા ન્યાય આપતા રહીશો એ અધિકારી નો જયજયકાર કરી ખુશી વ્યક્ત કરી હતી.