ટંકારામાં રવિવારે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ

આયુર્વેદિક જીવનશૈલી દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ આગામી તા. 12/1/2020 ને રવિવારે ટંકારામાં દેરી નાકા પાસે ફુલિયા હનુમાન મંદિર ખાતે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન યોજાશે.

જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને આ ટીપા પીવડાવી શકાય છે. સામાન્ય રીતે, એવું માનવામાં આવે છે કે રવિવારે પુષ્યનક્ષત્ર હોવાથી આ દિવસે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવા ખૂબ જ લાભદાયી બને છે.વધુ વિગત માટે રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) મો. 97226 66442નો સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પ મા રૂક્ષમણીબેન ધોડાસરા. ચન્દ્રકાંતભાઈ કટારીયા સહીત ની ટીમ પણ સેવા આપશે.

આ સમાચારને શેર કરો