skip to content

કેશાેદ: માંગરાેળ રાેડ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલક યુવકનું માેત

By મયુરી મકવાણા જૂનાગઢ

કેશાેદના માંગરાેળ રાેડ પર સનાતન આશ્રમ સામે જીજે 11 એક્સ 0390 ની ખાનગી બસ કેશાેદ તરફ આવી રહી હતી જયારે જીજે 11 એકે 6032 ની ટ્વીસ્ટર બાઇક ચાંદીગઢ પાટિયા તરફ જઇ રહયુ હતુ. ત્યારે બંન્ને વાહનાે વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયાે હતાે. જેમાં બાઇકનાે ખુડદાે બાેલી ગયાે હતાે .

આ અકસ્માત નજરે જાેનારે જણાવ્યું કે અજાણ્યાે બાઇક ચાલક યુવાન બસના કાચ તાેડી બસની અંદર ફંગાેળાયાે હતાે. યુવાનના માથાના અને પગના ભાગે ગંભીર ઇજા પહાેંચતા ખાનગી વાહનથી કેશાેદ હાેસ્પિટલ બાદ 108 દ્વારા મારફત જૂનાગઢ હાેસ્પિટલ ખસેડવામા આવ્યો હતાે. જયારે બસ ચાલક ફરાર થયાે હતાે. યુવકનું માેત નિપજ્યું હતું. ઘટના સ્થળે લાેકાેના ટાેળા ઉમટી પડયા હતાં.


આ સમાચારને શેર કરો