ટંકારા: ડાઇવર્ઝન મુદે રાજકોટીયા મેદાનમાં ઉતરતા, કોન્ટ્રાક્ટરો રાત-દિવસ કામે લાગ્યા
By Jayesh Bhatasna -Tankara
ઓવરબ્રિજના ડાઇવર્ઝન બાબતે રાજકોટીયા મેદાનમાં ઉતરતા બે દિવસથી રાત-દિવસ જોયા વગર કોન્ટ્રાક્ટરો કામે વળગયા દબાણો દૂર કરવાથી લઈ ડાયવર્ઝન બનાવવા કમર કસી રહયા છે. આમ રાહદારી માટે રાહતના સમાચાર આવ્યા છે.
ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રિજનું કામ અણધડ ચાલુ હોય જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ વૈકલ્પિક ડાયવર્ઝન કે સોલ્ડર વે બ્રિજ બનાવ્યા વગર મુસાફરોને મનપડે ત્યા વાહન ચલાવવા મજબૂર કરી ધૂળની ડમરી અને ટ્રાફિક જામથી રાહદારીઓ રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે,જેની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
અંતે લડાયક નેતાની છાપ ધરાવતા જીલ્લા પંચાયતના મહેશ રાજકોટિયા રાવ કરી હોય રાજકોટીયા એ તાત્કાલિક રોડ વિભાગના રાજકોટના અધિકારી સોલંકી સાથે ટેલીફોનિક સંપર્ક સાધી તાત્કાલિક ડાયવર્ઝન બનાવવા સુચના આપી હતી અને જો દિવસ બે માં કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો જામનગર કચ્છ રાજકોટ મોરબી ને જોડતો નેશનલ હાઈવે ટંકારા પાસેથી આવન જાવન બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી વિભાગીય વડાએ તાત્કાલિક આ બાબતની ગંભીરતા પારખી કોન્ટ્રાક્ટરને આડેહાથ લઈ તરત જ કામ કરવા સૂચના આપી હતી. જેથી હાલ રાત દિવસ રોડની બન્ને સાઈડ ડાયવર્ઝન બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે જેને પગલે રાહદારી ને હેરાનગતિ માથી મુક્તિ મળવાની આશા જાગી છે.